રાયડાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર

દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ આ વર્ષે રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. ભાવ જાણીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.રાજકોટ ના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1110 રૂપિયાથી લઈને 1306 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1290 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જસદણના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1000 રૂપિયાથી લઈને બધા 1300 રૂપિયા સુધી પહોંચી ગયા છે. મહુવાના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1180 રૂપિયાથી લઈને 1290 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

દરેક માર્કેટ યાર્ડમાં જણસી ની સારા એવા પ્રમાણમાં આવક થઈ રહી છે. બધા માર્કેટયાર્ડ પાકો થી છલોછલ ભરાઈ ગયા છે, અને નિષ્ણાતો પણ પાકનો યોગ્ય સંગ્રહ થાય તે માટેની કાળજી લઇ રહ્યા છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે પાક ને ઘણું નુકસાન થયું છે પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ટેકાના ભાવે ખરીદીને કારણે ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળ્યા છે.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે.

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *