Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગ દ્વારા આગાહી : આગામી ૨૪ કલાકમાં આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી. - GUJJUFAN

હવામાન વિભાગ દ્વારા આગાહી : આગામી ૨૪ કલાકમાં આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી.

દેશના અનેક રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી ૨૪ કલાકમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તીવ્ર થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ દરમિયાન પૂર્વ રાજસ્થાનમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સાથે ઉત્તરાખંડ થી લઈને જમ્મુ-કાશ્મીર સુધી ભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદને જોતા હવામાન વિભાગે દિલ્હીમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.

યુપીના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. સાથે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આગામી ૨૪ કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળ, ગોવા, કર્ણાટક અને દરિયા કિનારાના વિસ્તારો અંદમાન અને નિકોબાર ટાપુ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.

હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો સહિત ઉત્તરાખંડના 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સિમલામાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *