Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગ દ્વારા આગાહી / ગુજરાતમાં ખેડૂતો માટે વરસાદ ની છેલ્લી આશા, જાણો આ તારીખે થશે વરસાદ નું આગમન.. - GUJJUFAN

હવામાન વિભાગ દ્વારા આગાહી / ગુજરાતમાં ખેડૂતો માટે વરસાદ ની છેલ્લી આશા, જાણો આ તારીખે થશે વરસાદ નું આગમન..

રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદ રહેશે. ત્રણ દિવસ સુધી આખા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 19 -20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેમ જ 20 થી 21 ઓગસ્ટે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

20 થી 21 ઓગસ્ટ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 18 ઓગસ્ટ થી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂત ના પાક વરસાદ આવશે તો બચશે. વરસાદની સંભાવનાથી પાણીની સમસ્યાના ઉકેલ આવે તેવા એંધાણો પણ નોંધાઈ રહ્યા છે.સૌરાષ્ટ્ર ગીર સોમનાથના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.

જેને લઇને મગફળી, સોયાબીન જેવા પાકો અને ફરી સજીવન મળ્યું છે. વરસાદ આવતા ધરતીપુત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અગાઉ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે. અને તે જિલ્લામાં મગફળી, કપાસ, એરંડા આ ઘાસચારો અને શાકભાજીના પાકોનું વાવેતર કરવામાં આવે છે.

ચોમાસાની સીઝન ની શરૂઆતમાં વરસાદ આવતા ખેડૂતોએ મોંઘા બિયારણ ખાતર નો ઉપયોગ કરી વાવણી કરી નાખી હતી, પરંતુ ત્યાર બાદ લાંબા સમય સુધી વરસાદ વિરામ લેતા ખેડૂતો ના પાકોને નુકસાન થઈ રહ્યું હતું. હાલ ખેડૂતોની હાલત કફોડી બની હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *