અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જી છે. રાજ્યના ભાગોમાં હાલમાં વરસાદ કેટલાક ભાગોમાં પડી રહ્યો છે, ત્યારે આગામી તારીખ 8 થી 12 સુધી હજુ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જેમાં મહારાષ્ટ્રના ભાગોમાં મુંબઈ વગેરે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ભાગોમાંથી ભારે વરસાદ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ડાંગ વલસાડ સુરત જેવા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા ના ભાગ માં તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે તેમ જ કચ્છના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં કોઈ ભાગોમાં સોમી થી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે.
તો વળી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તો ઘણા વિસ્તારમાં સામાન્ય વરસાદ થશે. તેમજ નર્મદાના જળસ્તરમાં વધારો થશે. કેટલાક જળાશયોમાં પાણીનો આવક થશે 13મી સપ્ટેમ્બર પછી થતો વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!