હવામાન વિભાગ દ્વારા આગાહી : આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી ને લઈને તંત્રને એલર્ટ રહેવાની સૂચના.
રાજ્યમાં ૨૩ જુલાઇથી ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સરકાર દ્વારા તમામ જિલ્લામાં કલેકટર અને સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના અપાય છે. ખરીફ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 66.87% વાવેતર થયું છે બુધવારે મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહ્યું હતું. અત્યાર સુધી સીઝનમાં સરેરાશ 25.45 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
જુલાઈ મહિનો અડધો પૂર્ણ થઇ ગયો હોવા છતાં હજુ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો નથી, ત્યારે હવામાન વિભાગે શુક્રવારથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વહિવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ની 8 ટીમ વિવિધ સ્થળે તેનાત કરાય છે.
નવસારી-સુરત, ગીર સોમનાથ, રાજકોટ, વલસાડ, જુનાગઢ, કચ્છ ને મોરબી નો સમાવેશ થાય છે. વડોદરા અને ગાંધીનગર ખાતે કુલ સાત ટીમ રાખવામાં આવી છે. તે ઉપરાંત એસડીઆરએફ ની કુલ 11 ટીમ એલર્ટ રખાય છે.
રાજ્યમાં ચાલુ વર્ષની ખરીફ સીઝનમાં 57.20 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે ૫૭.37 લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું. જોકે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ 85.54 લાખ હેકટર વાવેતર વિસ્તારની સરખામણીમાં હજુ વાવેતર ઘણું ઓછું થવા પામ્યું છે..
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!