સમાચાર

હવામાન વિભાગ દ્વારા આગાહી / રાજ્યમાં આગામી આટલા દિવસ રહેશે વરસાદ, જાણો.

IMD ના અમદાવાદના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત દાદરા નગર હવેલી અને દમણ અને દીવ માં પણ 4 સપ્ટેમ્બર ની સવાર સુધી સામાન્ય થી મધ્યમ વરસાદ થશે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે થી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું કે, આ આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદમાં 50 ટકા ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય વરસાદ 576.5 કિ.મી.ના આધારે 288.6 મિમી નોંધાયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

યુપીમાં અનેક સ્થાનોએ છેલ્લા 24 કલાકમાં સામાન્યથી મધ્ય વરસાદ થયો છે અને સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વ ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થાને વરસાદ થયો છે. તો યુપીમાં પણ અનેક જગ્યાએ વરસાદ થયો છે રાજ્યમાં અનેક સ્થાનો પર છાંટા પણ પડયા હતા.

હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે યુપી અને ગુજરાતમાં સામાન્ય વરસાદની સાથે વાદળોની ગર્જના નો અનુભવ થઈ શકે છે આ સિવાય અનેક સ્થળોએ વિજળી પડવાની શક્યતા પણ છે.

કોઈપણ રાજ્યમાં પૂર ની કોઈ સ્થિતિ જોવા મળશે નહીં જો કે અમુક નદીઓ ઉપર થી પાણી વહી રહ્યું છે. આ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે ટીમ પહેલેથી કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *