Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આગાહી / હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જાણો ક્યારે અને કયા વિસ્તારમાં થશે ધોધમાર વરસાદ - GUJJUFAN

આગાહી / હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જાણો ક્યારે અને કયા વિસ્તારમાં થશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં વરસાદ ને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી બે દિવસ રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે બે દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી છે. એટલું જ નહીં 7 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે. જેમાં સપ્ટેમ્બરે તાપી, સુરત, વલસાડ, નવસારી, ભાવનગર, જામનગર, પંથકમાં ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે 8 સપ્ટેમ્બર અમદાવાદ-વડોદરા, નડિયાદ, ખેડા, મહેસાણા, પાટણ અરવલ્લી જિલ્લામાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એ મહત્વનું છે કે, અનેક જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે.

ત્યારે ખેડૂતો પાકને લઈને ચિંતા મુક્ત બની રહ્યા છે ગુજરાતમાં વરસાદ ના પડવાના અનેક ડેમ પાણી ના સ્તર નીચે ગયા હતા રાજ્યમાં એક ડેમોની સ્થિતિ તળિયાઝાટક જોવા મળી હતી.

ત્યારે ફરીથી એકવાર મેઘરાજા મહેરબાન થતાં એક ડેમો આવ્યા છે. ખેડૂતોના પણ પાક માટે સિંચાઈનું પાણી મળ્યું છે. હજુ પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

એ મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે. કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે હજુ સપ્ટેમ્બરથી ફરી એકવાર સારો વરસાદ થવાની શક્યતા એંધાણો નોંધવામાં આવ્યા છે.

જ્યારે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *