પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવાની લીધે ભાજપથી નારાજ છે એવું સાફ દેખાઈ રહ્યું છે. આવા સંજોગોમાં નીતિન પટેલે ગઇકાલે મહેસાણામાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે નિવેદન આપ્યું હતું. પક્ષના સુવર્ણકાળમાં કાર્યકર્તાઓને વધુ મહત્વ મળવું જોઈએ.
બીજા પક્ષમાંથી આવેલા પક્ષ પલટુ અને પાર્ટી સાચવે પણ એમાં કાર્યકર્તાઓને અન્યાય ન થવો જોઈએ. સહકારી સંસ્થા બોર્ડ નિગમોમાં જૂના કાર્યકરોને સ્થાન મળવું જોઈએ.
નવા મંત્રીમંડળમાં રાઘવજી પટેલ જેવા નેતાઓ કે, જે મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે. તેમને સ્થાન મળ્યું છે. આવી પરિસ્થિતિમાં ભાજપના ઘણા જૂના ધારાસભ્યોએ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
નારાજ ધારાસભ્યો અને નીતિન પટેલ આવનાર સમયમાં ભાજપ સામે કોઈ નારાજગી દર્શાવે તેવું લાગી રહ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
અને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ રૂપાણી નું મંત્રી મંડળ પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. નો રિપિટ થીયરી લાગુ કરીને તમામ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
ત્યારે નીતિન પટેલનું પત્તું કટ થવાને કારણે તેમની નારાજગી સામે આવી રહી છે. તેમણે મહેસાણામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે જેવો કોંગ્રેસમાંથી આવ્યા છે.તેમને સ્થાન મળ્યું છે પરંતુ જૂના કાર્યકરોને સ્થાન મળ્યું નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!