Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પૂર્વ નાયબ નીતિન પટેલે વિધાનસભાની ચૂંટણી પહેલા કરી મોટી જાહેરાત.. - GUJJUFAN

પૂર્વ નાયબ નીતિન પટેલે વિધાનસભાની ચૂંટણી પહેલા કરી મોટી જાહેરાત..

ઢોર નિયંત્રક વિધેયક 2022 ગૃહમાં રજૂ કરાયું છે. ત્રણ કરોડ વસતિ શહેરમાં વસે છે મારી સરકારને વિનંતી છે કે દંડની રકમ ઓછી કરવામાં આવે નીતિન પટેલે જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. મહાનગરોમાં રખડતા ઢોરને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ઘણી જગ્યાએ તો રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે.

અવારનવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલા લેવામાં નથી આવ્યા. પરંતુ હવે સરકાર આ મામલે સજાગ થઈ રહી છે શહેરી વિસ્તારોમાં રખડતા પશુઓ ને મુક્ત કરવા નું બિલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું છે.

વિનુ મોરડિયા જણાવ્યું હતું કે, પશુઓ ને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યકક્ષાના શહેરી વિકાસ વિભાગના મંત્રી વિનુ મોરડિયા રજૂ કરતાં કહ્યું હતું કે શહેરી વિસ્તારમાં વધતા જતા પશુઓનો ત્રાસ અટકાવવા રજૂઆત કરું છું.

વૃદ્ધ લોકો પર પશુઓએ હુમલા કર્યા છે, મહિલા અને બાળકો પર પશુઓએ હુમલા કર્યા છે. ઝુપડ પટ્ટી માં રહેતા પાસે થી આટલી મોટી રકમ ન લેવી જોઈએ તેવું નીતિન પટેલે જણાવ્યું હતું.

રખડતા ઢોર અંગેના બીલ રજૂ થયેલા બિલની કેટલીક જોગવાઇઓ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપત્તિ દર્શાવી હતી. બિલ નું વાંચન પૂર્ણ થતાં જ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, તેમને કહ્યું રખડતા ઢોર અંગે સુચવી દંડની રકમ વધારે છે.

મારી સરકારને વિનંતી છે કે દંડની રકમ ઓછી કરવામાં આવે અભણ અને ગરીબ લોકોના ઢોર રખડતા હોય છે. ઝુંપર પટ્ટી માં રહેતા પાસેથી આટલી મોટી રકમ ન લેવી જોઈએ.

શેહેરી વિસ્તારમાં ઢોર રાખવા માટે પશુપાલકોને લાયસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોર ને ટેગ લગાવી પડશે. આ કાયદાના ભંગ બદલ એક વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 20 હજાર રૂપિયાની દંડની જોગવાઈ કરવામાં આવી છે કે, કાયદો અમલમાં આવ્યા 90 દિવસમાં લાયસન્સ લેવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *