પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, શબ્દોના પ્રયોગ..

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતા પહેલા જગદીશ ઠાકોરે પાટણમાં યોજાયેલા સમાજના સંમેલનમાં કરેલી ટિપ્પણીનો હવે તેમના પ્રમુખ બન્યા બાદ ચર્ચાનો વિષય બની છે. જોકે પ્રમુખ બન્યા બાદ જગદીશ ઠાકોર એવા જ સામે આકરા પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સિલસિલામાં જગદીશ ઠાકોર ની સામે ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને ધોળકા ના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વિટ કરીને જવાબ આપ્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કરતા જગદીશ ઠાકોર પર અભદ્ર શબ્દો ના પ્રયોગ ને લઈને સવાલ ઉભા કર્યા છે.

જગદીશ ઠાકોર ભુપેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવેલા પ્રહારને લઈને ખાસી ચર્ચા ચાલી રહી છે.

આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના જુદી જુદી રીતે વિરોધ અને તરફેણમાં સુરો સાંભળવા મળ્યા છે.જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આગામી દિવસોમાં ભાજપના ભુક્કા કાઢી નાખીશું,

જગદીશ ઠાકોર ના પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસ માં નવો ઉમળકો જોવા મળી રહી હોવાનું કોંગ્રેસીઓ જણાવી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી છે. અને વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવા ની જાહેરાત કરવામાં આવી છે.

આ બંનેએ પોતાનું પદભાર સંભાળી લીધું છે, અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પોતે જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *