આજથી આ વિસ્તારમાં મેઘરાજા ની પધરામણી, જાણો ક્યાં ક્યાં..
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારથી વરસાદ પણ સારા પ્રમાણમાં વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ પણ વરસાદનું જોર યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 8 અને 9 સપ્ટેમ્બર એટલે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 427.06 મીમી વરસાદ થયો છે.
જે પાછલા 30 વર્ષની રાજ્યને એવરેજ 840 મી.મી ની સરખામણીએ 50.84 ટકા છે, તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જેમાં સૌરાષ્ટ્ર, જુનાગઢ, ગીર, સોમનાથ અને અમરેલી જિલ્લામાં મધ્ય ગુજરાતના વડોદરા ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લામાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને કારણે કુલ આઠ ટીમને તેના કરવામાં આવી છે.
જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર ખાતે એક ટીમ મોકલવામાં આવી છે. આ સાથે 6 ટીમ વડોદરા અને 1 ટીમ એક્ટિવ ગાંધીનગર ખાતે તૈયાર રાખવામાં આવી છે.
અમરેલી ખાતે પણ રાખવા સૂચના આપે છે. મંગળવારે મોડી રાત્રે ધાનેરા પંથકમાં આવેલા ભારે વાવાઝોડા સાથે વરસાદ એ ચલાવી દીધી હતી. ધાનેરામાં પણ જોરદાર પવન સાથે ત્રણ કલાક સુધી વરસાદ થયો હતો.
આ ત્રણ કલાક સુધીમાં તો વાવાઝોડા અનેક જગ્યાએ પાણી પાણી કરી દીધા હતા. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સરદાર સરોવર જળાશય હાલ 161876 એમસીએફટી પાણી નો સંગ્રહ છે.
જે કુલ સંગ્રહશક્તિ 48.45 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિ 55.70 છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!