Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપના ગઢમાં ગાબડું / 500થી વધુ કાર્યકર્તાઓ જોડાયા આ પાર્ટીમાં... - GUJJUFAN

ભાજપના ગઢમાં ગાબડું / 500થી વધુ કાર્યકર્તાઓ જોડાયા આ પાર્ટીમાં…

વર્ષોથી તબીબી ક્ષેત્રે લોકોની સેવા કરતાં ડોક્ટર ભીમજીભાઇ પટેલ, મુકેશભાઇ, ભુપેન્દ્રભાઈ, ભુપતભાઈ, શીવાભાઈ, દલપતભાઈ સહિતના આજ રોજ તેમની ટીમ સાથે પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અને સંસ્થાપક કિશોરભાઈ દેસાઈ પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ હાથે 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા.

જેમા શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ મનપાના વિરોધ પક્ષના નેતા, ધર્મેન્દ્રભાઈ ભંડારી આપ નેતા જલા ભાઈ દેસાઈ, લખમણ કાકા વાવ, તાલુકા પ્રમુખ ભરતભાઇ ચૌધરી પદાધિકારીઓ હાજર રહ્યા.

ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આપ પ્રભુત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે, સાથે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે.

જનતા પાસે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ વિકલ્પ હતા. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટીના આવવાથી જનતા પાસે એક નવો વિકલ્પ સામે આવ્યો છે.

લોકો આમ આદમી પાર્ટી સાથે દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે, અને પાર્ટી મજબૂત બની રહી છે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ટક્કર આપી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *