રાજકારણમાં ગાબડું / આ દિગ્ગજ નેતા પાર્ટી છોડીને જોડાયા આમ આદમી પાર્ટીમાં..

સૌરાષ્ટ્રમાં ચૂંટણી પૂર્વે પક્ષ પલટા ના દોર શરૂ થઈ ગયા છે. ગત ચૂંટણી સુધી તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે પક્ષ પલટા ના દોર શરૂ થયા હતા. પરંતુ આ વર્ષે આમ આદમી પાર્ટી આવતા વધુ એક દોર શરૂ થયો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને જસદણ પંથકના કોળી આગેવાન મુકેશ રાજપરાએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતના આમ આદમી પાર્ટીના કુલ 15 નેતાઓએ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને કોંગ્રેસમાં જોડાયા રહેવાનું જાહેર કર્યું છે.

તો સામે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના 10 સહિત રાજ્યના સુવર્ણ નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પ્રાથમિક સભ્ય પદેથી બરખાસ્ત કર્યા છે.

તે પૈકી કેટલાક કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ કઈ તરફ જઈ રહ્યા છે.

પવન કઈ તરફ જઈ રહ્યો છે તેનો તાગ મેળવવો અત્યારે મુશ્કેલ છે, અનેક દિગ્ગજ નેતાઓ પક્ષ પલટા કરી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પોતાની વોટબેંક મજબૂત કરવા માટે રણનીતિ ના દોર શરૂ થઈ ગયા છે. તેમજ બંધ બારણે બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. તો સાથે સાથે અનેક નેતાઓ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *