Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
છત્રી અને રેઇનકોટ લઈને થઈ જાવ તૈયાર ! વિદાય પહેલા મેઘરાજા બોલાવશે તબાહી, ભુક્કા કાઢી નાખે તેવી આગાહી - GUJJUFAN

છત્રી અને રેઇનકોટ લઈને થઈ જાવ તૈયાર ! વિદાય પહેલા મેઘરાજા બોલાવશે તબાહી, ભુક્કા કાઢી નાખે તેવી આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે.

રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ, અને દાદરાનગર હવેલીમાં આજે મેઘરાજા ખાબકશે.

ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાની તૈયારીમાં છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા તારીખ 25 અને 26 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાંથી હજુ ચોમાસુ એ વિદાય લીધી ન હોય

તેમ 24 સપ્ટેમ્બર અમદાવાદમાં હળવો વરસાદ રહેશે. તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી 26 સપ્ટેમ્બર થી નવરાત્રી મહોત્સવ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીમાં પણ નહીંવત વરસાદ ને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ખેલૈયાઓને રાહત થાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોરમાં થયો છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ એ 23 સપ્ટેમ્બર ના રોજ સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *