Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
છત્રી-રેઇનકોટ લઈને થઈ જાઓ તૈયાર, આ વિસ્તારોમાં સતત 4 દિવસે વરસાદ ખાબકશે, વરસાદની ધમાકેદાર એન્ટ્રી - GUJJUFAN

છત્રી-રેઇનકોટ લઈને થઈ જાઓ તૈયાર, આ વિસ્તારોમાં સતત 4 દિવસે વરસાદ ખાબકશે, વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદી માહોલ જોવા મળશે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે.

વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વરસાદનું આગમન થઈ ચૂકયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં ચોમાસુ પ્રબળ બનતા ગુજરાતના 58 જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે.

રાજ્યના સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ માં 2.5 ઇંચ નોંધાયો હતો. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કરજણ, પલસાણા, તારાપુર લીમડી બોટાદ એવા અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

હવે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત ના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ શરૂ થઈ ગયો છે. જેને કારણે ખેતરો પાણીથી છલકાઈ ગયા હતા.

કેટલાક વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી હતી. બાળકો સહિત ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

અગાઉ મેં દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે વરસાદને પગલે અમુક નદીમાં નવા પાણી ના નીર આવી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *