પેટ્રોલ-ડીઝલના ભાવ માં મળશે રાહત ! સરકારે બનાવી નવી રણનીતિ

વધતી જતી પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કેન્દ્ર સરકાર બનાવી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા દિવસ સુધી કોઇ વધારો નહીં કરવામાં આવે ? સરકાર કરી શકે છે પેટ્રોલ-ડીઝલ ની ખરીદી પર એક્સાઈઝ ડ્યૂટી નો ઘટાડો. લગભગ દોઢ મહિના બાદ 22 માર્ચથી દેશભરમાં ઈંધણ ની કિંમત વધવા લાગી અને આ દરમ્યાન રાજધાની દિલ્હીમાંની કિંમત10 રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો છે.

જણાવ્યાનુસાર ઇંધણની વધતી કિંમતો લોકોને રાહત આપવા માટે સરકાર એક મોટી યોજના બનાવી રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થોડા દિવસ સુધી વધારો નહીં થાય.

સૂત્રોના જણાવ્યાનુસાર મળતી માહિતી પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા દિવસ સુધી કોઇ વધારો કરવામાં આવશે નહીં. સૂત્રો અનુસાર મોંઘાં ઘરની કિંમત લોકોને રાહત આપવા માટે સરકારે દેશની મોટી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો નહીં થાય અને જો તેમાં સતત વધારો થતો રહેશે. તો સરકાર પેટ્રોલ ડીઝલની ખરીદી પર એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડો કરશે જેથી લોકોને મોંઘા ઇંધણમાં થી રાહત મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કહેવામાં આવે છે કે, કેન્દ્ર સરકાર તમામ રાજ્યોના ડીઝલના ભાવ પર વસુલવામાં આવતા વેટ પર ઘટાડો કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં 4 નવેમ્બર 2021 થી લગભગ સાડા ચાર મહિના સુધી ઈંધણ ની કિંમત સંપૂર્ણપણે સ્થિર થઈ ગઈ છે.

આ દરમિયાન દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને તેના પરિણામ આવ્યા. ચૂંટણી પૂરી થયાના 11 દિવસ બાદ એટલે કે 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગ્યા, અને જોતજોતામાં 16 દિવસમાં ઇંધણ દસ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.

જો કે દેશભરમાં મોંઘવારીના માર વચ્ચે આજે લોકોને પેટ્રોલ ડિઝલની વધતી જતી કિંમતો માંથી થોડીક રાહત મળવાની શક્યતા છે. દેશની ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *