સમાચાર

નદીમાં આવ્યું ઘોડાપૂર, જાણીતા હવામાન શાસ્ત્રીએ વરસાદના વધુ એક રાઉન્ડને લઈને કરી સચોટ આગાહી

સાપુતારા સહિત આહવા વઘઈ અનેક પંથકોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અનેક રોડ રસ્તા પર પાણીઓ ભરાઈ ગયા છે. ડેમ છલકાતા ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે. ડાંગ જિલ્લામાં વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, વઘઈ તાલુકામાં રવિવારે બપોર ચાર થી છ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે.

ચોમાસાની વિદાય ને લઈને વધુ એક હવામાન શાસ્ત્રી જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. હવે ચોમાસુ વિદાય ક્યારે લેશે તેના પર લોકોની નજર છે. ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થશે.

28 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાયની શરૂઆત થઈ જશે. ત્રણ થી આઠ ઓક્ટોબર સુધી રાજ્યમાં ચોમાસાની વિદાય નું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી આવી રહી છે.

ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે વરસાદ થવાનો અનુમાન છે. લોકલ સિસ્ટમ એટલે કે થન્ડર સ્ટ્રોંગના કારણે નવરાત્રી દરમિયાન વરસાદ થઈ શકે છે. રાજ્યમાં પાંચ દિવસ વરસાદ વરસી શકે છે. સામાન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે.

અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવા ઝાપટા પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ આગામી દિવસોમાં વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસાની વિદાય વચ્ચે વરસાદ થવાનો અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે ડાંગ, આહવા અને સાપુતારામાં સારો વરસાદ થયો છે. વરસાદને કારણે રોડ રસ્તામાં પાણી ભરાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *