Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નદીમાં આવ્યું ઘોડાપૂર, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં - GUJJUFAN

નદીમાં આવ્યું ઘોડાપૂર, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં

ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શરૂઆત થઇ છે. ત્યારે અમરેલીમાં બે દિવસ પહેલા રાત્રે વરસાદ પડતાં ખાંભાની ધાતરવડી નદીમાં આ વર્ષનું પહેલું ચોમાસાનો પુરાવો હતો, તેને લઈને તમામ ખેતરમાં પાણી ઘુસી ગયા છે. માત્ર અડધી કલાક કરતાં પણ ઓછા સમયમાં ધોધમાર વરસાદને કારણે અમરેલી શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.

જ્યારે એવું લાગી રહ્યું છે કે, અમરેલીની નદી રોડ ઉપર આવી ગઈ હોય તેવું સાવરકુંડલાના ગામના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડવાને કારણે શેત્રંજી નદીમાં પાણીના નવા નીર આવવાના શરૂ થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે વરસાદને કારણે ચારે બાજુ પાણી ફરી વળ્યા છે. ખૂબ સારો વરસાદ પડતા નદી ના નવા નિરાવ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે અમરેલીના અને પંથકમાં ધોધમાર વરસાદને કારણે ચારે બાજુ પાણી પાણી થઇ ગયા છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ ચોમાસુ ધીમે ધીમે દસ્તક દઇ રહ્યું છે.

પ્રિમોન્સૂન એક્ટિવિટી ને કારણે બધાં રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા સતત ચાલુ થઈ છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બિહારમાં 23 થી 26 દરમ્યાન ઝારખંડ અને છત્તીસગઢમાં આગામી દિવસમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં દક્ષિણ ગુજરાત અને સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે આગામી 24 થી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *