દુનિયામાં ઘઉંની માંગ વધતા ભાવમાં ધરખમ વધારો ! વર્ષો બાદ ભાવ પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે ઘઉનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. વિશ્વ બજારમાં ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ પણ સારા એવા મળી રહ્યા છે. રાજસ્થાનમાં આ વખતે ઘઉં નું બમ્પર ઉત્પાદન થયું છે. આ દરમિયાન ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કે, ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઘઉંના ભાવ 2750 થી લઈને 2830 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઉપર વેચાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

મંડીના વેપારીઓનું કહેવું છે કે નિકાસની માંગને પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઘઉંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દસ પંદર દિવસની રાહ જોતા સારા ભાવ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કારણ કે ભારત સરકારે ઇજિપ્તમાં ઘઉંની નિકાસ કરવાની જાહેરાતના પગલે નિકાસકારો માં સક્રિય બન્યા છે. પરિણામે ઘઉંના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઘઉંમાં તેજીના કારણે ભારતીય ખાદ્ય નિગમના સરકારી કેન્દ્રોમાં સન્નાટો છવાઈ ગયો છે.

કોટા ગ્રેન એન્ડ સિડ્સ મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ અવિનાશ રાઠી નું કહેવું છે કે, આવતા સપ્તાહથી મંડીઓમાં ઘઉં ની આવક વધશે. નિકાસકારોની માંગને કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ વર્ષે ઘઉંની માંગ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ઘઉંના ભાવ પ્રતિ 20 કિલોએ રૃપિયા 670 સુધી પહોંચી ગયા છે.

સિઝનમાં બારમાસી ખરીદી શરૂ થતા દરરોજ જેટલી આવક થાય છે. તેટલો જ નિકાસ થાય છે રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 35 હજાર મણની આવક થઇ છે.

સામાન્ય ગુણવત્તાવાળા ઘઉં પ્રતિ 20 કિલોના સરેરાશ ભાવ 600 રૂપિયાથી લઈને 660 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. આ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થયું હોવાનું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

પરંતુ ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *