Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો, લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની સુવર્ણ તક - GUJJUFAN

સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો, લગ્ન પ્રસંગે સોનું ખરીદવાની સુવર્ણ તક

જો તમે સોનુ ચાંદી ખરીદવા ઇચ્છતા હો તો તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સોનાના 22 કેરેટ નો ભાવ 46,580 રૂપિયા જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 50,780 રૂપિયા જોવા મળ્યો છે. સોનાના ભાવમાં હાલ વધઘટ જોવા મળી રહી છે, સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકો માટે સોનુ ખરીદવાની સુવર્ણ તક છે. શેરબજારમાં રોનક આવતા સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.

મટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવ 51,425 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. બીજી તરફ સપ્ટેમ્બર વાયદા માટે ચાંદીના ભાવ આજે 531 રૂપિયાથી વધીને 58150 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે

પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે. છેલ્લા ટ્રેનિંગ દિવસે સોનુ 581 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈને 49,972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો છે.

બીજી તરફ ચાંદી 1012 રૂપિયા મોંઘી થઈ છે. આ ઘટાડા પછી સોનુ અત્યારે તેની ઓલ ટાઈમ હાઇ રેટ કરતા 5384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે સોનુ ઓગસ્ટ 2020 માં તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી પર 56,200 રૂપિયા પહોંચી ગયું હતું.

હાલ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *