સોના-ચાંદીના ભાવમાં થયો આટલા હજાર રૂપિયાનો ઘટાડો, જાણો આજનો ભાવ.
આજે સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર સોનું વાયદો 0.6 ટકા ઘટીને 46,377 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ત્યારે ચાંદી એક ટકા ઘટી હતી. ગયા વર્ષની સરખામણીએ સોનુ 9823 રૂપિયા નીચે છે.
યુએસ ફેડરલ રિઝર્વ વૈશ્વિક બજારમાં તેની માસિક બોન્ડ ખરીદી હળવી કરવાના સંકેત આપ્યા બાદ સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે.
ત્યારે સ્પોર્ટ ગોલ્ડ 0.3 ટકા ઘટીને 1762.33 ડોલર પ્રતિ ઓછું હતું. ડોલર ઇન્ડેક્સ એક મહિનાની સપાટીની નજીક રહ્યો. ફેડના ચેરમેન જણાવ્યું કે, સેન્ટ્રલ બેન્ક નવેમ્બરમાં સંપત્તિની ખરીદી ઘટાડવાનું શરૂ કરી શકે છે.
અને 2022 ના મધ્ય સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. અન્ય કિંમતી ધાતુમાં ચાંદી 0.30ટકા ઘટીને 22.60 ડોલર હતું.
જ્યારે પ્લેટિનિયમ 999.84 ડોલર હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ રિપોર્ટ પ્રમાણે ભારતમાં સોનાની માગ આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 19.2 ટકા વધીને 76.1 ટન થઈ છે.
ગયા વર્ષે રોગચાળાને રોકવા માટે લાવવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ના કારણે આર્થિક પ્રવૃત્તિ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!