સોનુ ખરીદવાની સુવર્ણ તક, સોના ચાંદીનાં ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે સોનાને ચાંદીના ભાવમાં ફરી દબાણ જોવા મળી રહ્યું છે. ગયા અઠવાડિયે સરાફા માર્કેટમાં સોનાને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કારોબારી સત્તા ના પહેલા દિવસે 24 કેરેટ વાળા 10 ગ્રામ સોનાની કિંમતમાં 252 રૂપિયાનો ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયાના સોસીએશન દ્વારા જાહેર કરાયેલા રેટ મુજબ 24 કેરેટ વાળું સોનું 51,550 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.

એક કિલો ચાંદીનો ભાવ 715 ના ઘટાડા સાથે 55,166 થયો હતો. આગામી દિવસમાં સોનું વધારે નીચે આવી શકે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.40% નો ઘટાડો થયો હતો, અને 51,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો હતો.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે જાનથી 356 ઘટીને 55140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. બીજી તરફ ડિલિવરી માટે ચાંદી 36 ઘટીને છપ્પન હજાર 151 પર જોવા મળી છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 1106 તૂટ્યું હતું, જ્યારે ચાંદી 3,780 રૂપિયા ઘટી હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.

હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *