ખેડૂતો માટે ખુશખબર : કપાસના ભાવ સાત વર્ષની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા, ખેડૂતને મળશે કપાસનો સારો ભાવ, જાણો
કપાસની ખેતી આ વર્ષે ભારતના ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. હવે ખેડૂતો માટે ગ્લોબલ માર્કેટમાં થી સારા સમાચાર સામે આવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં કપાસના ભાવ સાત વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, તેનાથી ભારતી કપાસ ની કિંમતો જુલાઈ 2021 માં નોંધાયેલ ભાવોની નજીક પહોંચી ગઈ છે.
આ અઠવાડિયે કપાસના ભાવમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યો છે. તો વળી જુલાઈ 2021માં કિંમતનો 10 ટકાનો વધારો થયો હતો વૈશ્વિક કિંમતમાં 97% કપાસ ની ગાંસડી ઓ માં વધારો નોંધાયો હતો.
આ વધારો થયો છે કે, જ્યારે વૈશ્વિક માર્કેટમાં આવક અછત સર્જાય છે. કાપડ ઉદ્યોગમાં કપાસની માંગ માં તાજેતર વધારો નોંધાયો છે. વર્ષ 2021-22 માટે વૈશ્વિક કપાસનો સ્ટોક અંદાજે 893 મિલિયન ગાંસડી હોવાનો અંદાજ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું છે, જ્યારે વૈશ્વિક ઉત્પાદન પાંચ ટકા વધીને 118 મિલિયન ગાંસડી થવાની ધારણા છે. મહામારી પહેલાના ઉત્પાદન કરતા હજુ ઘણું ઓછું છે. ભારતીય બજારમાં પાક મજબૂત રહેવાની ધારણા છે, તે સમયે ગયા વર્ષની સરખામણીમાં નિકાસમાં 54 ટકા વધારો થયો છે.
આ તમામ કારણોસર કપાસના ભાવ વધી રહ્યા છે. માર્ચ 2021 દરમિયાન વૈશ્વિક બજાર ના ભાવમાં વધારો થયા પછી કપાસ ની કિંમત લઘુતમ ટેકાના ભાવે થી 15 ટકા વધી છે. સરકારે કપાસની MSP રૂપિયા 5825 પ્રતિ ક્વિન્ટલ અને મધ્યમ લંબાઈના ફાયબર કપાસ માટે 5515 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે.
તે સમયે ગુજરાતના કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ 6500 હતો. કપાસના ભાવ હવે સાત વર્ષની ટોચ પર પહોંચી ગયા છે. તેથી આગામી સિઝનમાં કપાસની ખેતી તરફ ખેડૂતો નું રસ વધશે. તેમજ ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતર વિસ્તારમાં વધારો થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!