ખેડૂતો માટે ખુશીના સમાચાર / કેન્દ્ર સરકારની આ યોજના થી ખેડૂતોને મળી શકે છે ડબલ પૈસા, જાણો.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. જે આગામી સમયમાં 12000 રૂપિયા વાર્ષિક થઈ જાય તેવી સંભાવના છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, કૃષિમંત્રી અમરેન્દ્ર પ્રતાપસિંહે હાલમાં જ દિલ્હી કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ ની મુલાકાત લીધી હતી.
જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનાર પૈસાને ડબલ કરવાની મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હતી. જો કે આ મામલે હજુ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષે ત્રણ હપ્તામાં 6000 આપવામાં આવે છે. જેમાં દરેક સપ્તાહમાં 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે. દર મહિને એક હપ્તો આવે છે.
જેમાં પીએમ કિસાન પોર્ટલ નો પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ દરમિયાન આવી જાય છે. બીજો હપ્તો 31 એપ્રિલથી જુલાઇ વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.
ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર દરમ્યાન ટ્રાન્સફર કરવામાં આવે છે. આમ આ યોજના હેઠળ ખેડૂતોને મદદ કરવામાં આવે છે. આ યોજનાનો ખેડૂતો ભરપૂર લાભ ઉઠાવી શકે છે.
મોદી સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી 2019 માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને કુલ 12000 રૂપિયા નજીકના સમયમાં મળે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!