સમાચાર

ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર / સરકાર આ પાકની ખરીદી ટેકાના ભાવે કરશે, જાણો.

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપ ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જોકે આ બધામાં આજે કૃષિમંત્રીએ ગૃહમાં રાજ્ય સરકાર મગફળીની ખરીદી જાહેરાત કરી હતી. વિધાનસભાના આજના સત્રમાં ગુજરાત સરકારે મગફળીની ખરીદી માટેની તારીખો જાહેર કરી હતી.

સરકાર તરફથી કૃષિમંત્રી રાઘવજી પટેલ આ બાબતે ગૃહમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લાભપાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશે.

તેમને આ સાથે જણાવ્યું હતું કે, સરકાર બે વર્ષમાં 7 લાખ 3137 મેટ્રિક ટન મગફળી ખરીદી છે. ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા ખરીદાય છે.

2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયામાં ખરીદી જ્યારે 2021માં પ્રતિ ક્વિન્ટલ 5550 રૂપિયામાં ખરીદી હોવાની પણ માહિતી કૃષિમંત્રી હોય એ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષ તરફથી કોંગ્રેસના અમિત ચાવડાએ મગફળી નો મુદ્દો આજે ગૃહમાં પ્રથમ દિવસે ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, 2022 હવે નજીક છે.

ત્યારે ભાજપના વાયદા પ્રમાણે ખેડૂતોની આવક બમણી ક્યારે થશે. આ મુદ્દે ભાજપ સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, મગફળીની ખરીદી માં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે.

જેમાં 4000 કરોડના કૌભાંડમાં અનેક પુરાવા પણ આપી ચૂક્યા છીએ. સળગાવી દેવાય પછી તેના પર બદલી થાય તેવા આરોપ અમિત ચાવડાએ લગાવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *