ખેડૂતો માટે ખુશીના સમાચાર / મોદી સરકારે આ પાકના ભાવ કર્યા, આટલા રૂપિયાનો વધારો, જાણો.

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ બ્રિફિંગ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે 2021-22 ના વર્ષ માટે મિલો પાસેથી ખરીદાયેલ શેરડીના ભાવ ક્વિન્ટલે 290 રૂપિયા નક્કી કર્યો છે. ઓક્ટોબરથી આવતા સપ્ટેમ્બર સુધી શેરડીની સીઝન હોય છે.

અગાઉની સિઝનમાં ક્વિન્ટલદીઠ શેરડીનો ભાવ હતો. આ રીતે ખેડૂતો ક્વિન્ટલ દીઠ 5 રૂપિયાનો વધારો મળશે.

કેન્દ્રીય કેબિનેટ ટેક્સટાઇલ સેક્ટર માટે મોટો નિર્ણય કર્યો છે કે કેન્દ્ર સરકારે પીએલઆઈ સ્કીમ ની મંજૂરી આપી છે. જે માનવ નિર્મિત ફાઇબર સેગમેન્ટ અને ટેકનિકલ ટેક્ષટાઈલ માટે છે.

આ યોજના આશરે 11 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. મોદી સરકારે દાવો કર્યો છે કે, આ નિર્ણયના કારણે સાત લાખ લોકોને રોજગાર મળશે સાથે જ નિકાસમાં પણ વધારો કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદન વધારવા માટે આ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ કંપનીઓને ભારતમાં પોતાના યુનિટ અને એક્સપોર્ટ વધારવા માટે વધારાની રાહત આપવામાં આવશે,

તથા નાણાકીય સહાય પણ આપવામાં આવશે. આ સ્કીમ ની મદદથી વિશ્વના મોટા મોટા રોકાણકારોને આકર્ષવામાં આવશે, જેથી કરીને દેશમાં રોજગારી વધશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *