ખેડૂતો માટે ખુશીના સમાચાર રૂપાણી સરકાર આપશે. ખેડૂતોને 10 કલાક વીજળી વીજળી માં એક કરોડ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને વીજળી માં રાહત મળશે. ચિંતા કરવાની જરૂર નથી ગુજરાત સરકારે હવે ખેડૂતોને રાહત ના સમાચાર આપ્યા છે. ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ખેડૂતોને 1 કરોડ યુનિટનો વધારો કરવામાં આવ્યો હોવાનું ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે. ખેતીવાડી ક્ષેત્રે સરેરાશ સાડા 6 થી 7 કરોડ યુનિટ વીજળી ખેતીવાડી ક્ષેત્ર પાછળ વપરાશ થાય છે.
રાજય મા વખતે ઓછો વરસાદ થતાં ખેડૂતોને સિંચાઈ ને લઇને ચિંતિત બન્યા છે, ત્યારે ખેડૂતો લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉર્જા વિભાગ ખેડૂતોને વધુ વીજળી ફાળવવામાં આવી જેમાં ગઈકાલે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળી આપવામાં આવી છે.
મહત્વનું છે કે રાજ્યમાં ખેડૂતોને ઉજ્વલા યોજના અંતર્ગત 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે. જેમાં દરરોજ 6 થી 7 કરોડ યુનિટ વીજળી ખેતીવાડી ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યારે ખેડૂતોને અપાતી વીજળી માં એક કરોડનો વધારો કરવામાં આવશે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને સમયસર વીજળી પૂરી પાડવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!