સમાચાર

ખેડૂતો માટે ખુશીના સમાચાર : રૂપાણી સરકાર દ્વારા આપવામાં આવશે, મફતમાં આ ખેતી ના સાધનો, જાણો.

ગુજરાતના ખેડૂતો માટે ડ્રમ અને પ્લાસ્ટિક બાસ્કેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જે ગુજરાતના ખેડૂતોને મફત માં ડ્રમ અને બે પ્લાસ્ટિકની બાસ્કેટ ને 100% ફ્રી ઓફ કોસ્ટ સાથે આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને 200 લીટર મલ્ટીપલ યુઝ પ્લાસ્ટીક બાસ્કેટ અને 10 લીટર પ્લાસ્ટિક બકેટ ફ્રી માં આપવામાં આવશે.

આ યોજનાનો લાભ ખેડૂતોને મળશે જેની ગુજરાતમાં જમીન હશે. એક ખેડૂત અને ફક્ત એક જ ખાતા માટે આ સહાય ઉપલબ્ધ રહેશે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રતા આપવામાં આવશે.

આઇ ખેડૂત પોર્ટલ માં ઓનલાઈન અરજી કર્યા, બાદ અરજીમાં દર્શાવેલ સહાયક દસ્તાવેજો અને અરજીની પ્રિન્ટ સહી/અંગુઠા ની પ્રિન્ટ, નિયત સમયમાં તાલુકા અમલીકરણ અધિકારી વિસ્તરણ અધિકારીની કચેરીમાં જમા કરવાની રહેશે.

અરજદાર પાસેથી મળેલી અરજી અને સહાયક કાગળોના આધારે તેમની યોગ્યતા નક્કી કરવામાં આવશે, અને મર્યાદાના લક્ષ્યમાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

જેમનું નામ નક્કી કરવામાં આવશે તે અરજદારને સંબંધિત કચેરી દ્વારા ડ્રમની કીટ અને બે પ્લાસ્ટીક બાસ્કેટ મેળવવા માટે જાણ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *