ખેડૂતો માટે ખુશખબર / કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને મળતા લાભ હવે થશે બમણા, જાણો
પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ લઇ રહેલા લાભાર્થીઓ માટે ખુશ ખબર છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપે છે. પરંતુ રિપોર્ટ અનુસાર મોદી સરકાર ખેડૂતોને મળતી સુવિધા ને ડબલ કરવાનું વિચારી રહી છે. જો આમ થયું તો ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા ની જગ્યાએ 12 હજાર રૂપિયા નો હપ્તો મળી શકે છે.
જો તમે પણ પીએમ કિસાન યોજના નો લાભ ઉઠાવવા માંગો છો, તો ફટાફટ તે માટે રજિસ્ટ્રેશન કરાવો નહીં તો, આ તક હાથમાંથી છૂટી જશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ સરળ છે તમે ઓનલાઇન ઘરે બેઠા પ્રોસેસ પૂરી કરી શકો છો.
આ ઉપરાંત અમે પંચાયત સચિવ અથવા નજીકના સરકારી ઓફિસ જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
આ રીતે કરવાનું રહેશે રજીસ્ટ્રેશન
સૌપ્રથમ પીએમ કિસાન ની ઓફિશિયલ વેબસાઇટ પર જાવ. ત્યાં તમને ફાર્મર્સ કોર્નર પર જવાનું રહેશે. અહીં તમને ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર નાખવાનો રહેશે.
તેની સાથે જ કેપ્ચા કોડ નાખીને રાજ્યને ચુકવવાનો રહેશે. અને ફરી પ્રોસેસને આગળ વધારવાની રહેશે આ ફોર્મ માં તમારે સંપૂર્ણ પર્સનલ જાણકારી ભરવાની રહેશે. સાથે જ બેન્ક એકાઉન્ટ નું વિવરણ અને ખેતર સાથે જોડાયેલી જાણકારી ભરવાની રહેશે. ત્યારબાદ તમે ફોર્મ સબમીટ કરી શકો છો.
માહિતી અનુસાર બિહારના કૃષિમંત્રી અમરિંદર પ્રતાપસિંહ હાલમાં જ કેન્દ્રીય કૃષિમંત્રી તોમર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમ ને બમણી કરવા પર ચર્ચા કરી હતી, પરંતુ હજુ તેના પર કોઈ નિર્ણય આવ્યો નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!