ખુશ ખબર / ખેડૂતો પરનું આર્થિક બોજો હળવો કરવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય.

મોદી કેબિનેટ ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે આ વર્ષ માટે ખાતરના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે સરકારે આ બંને પર સબસીડી વધારવાનો પણ નિર્ણય કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ એ સમગ્ર વર્ષ 2021-22 ના ફોસ્ફરસ અને પોટાશ ખાતર ના વધેલા ભાવ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

આ સાથે ફોસ્ફરસ અને પોટાશ ખાતર ની સબસીડી 438 રૂપિયા પ્રતિ બેગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મોદી કેબિનેટ ની મહત્વની બેઠક યોજાઇ હતી

જેમાં ખાતરો ને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમાં 28655 કરોડ રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી હતી. કમિટી ઓફ ઇકોનોમિક એફર્ટ ખાતર માટે પોષક આધારિત સબસીડી એટલે કે ઓક્ટોબર 2021 થી માર્ચ 2022 ના સમયગાળા માટે ફોસ્ફરસ અને પોટાશ ખાતર મંજૂરી આપી છે.

ખાતરના ભાવ અંગે નિર્ણય એવા સમયે લેવામાં આવશે જ્યારે કૃષિ બિલ સામે સતત આંદોલન કરી રહ્યા છે. NPK ખાતરના ઉપયોગ પાકના સારા ઉત્પાદન માટે પણ થાય છે ફોસ્ફેટ એનપીકે ખાતર જોવા મળે છે.

આનાથી ખેડૂતો ઓક્ટોબરથી શરૂ થતી રવિ પાકની વાવણી માટે પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવી શકશે.

કેબિનેટ બેઠકમાં અમૃત યોજના હેઠળ ધંધાપાણી વ્યવસ્થાપન અંગે નવું આયોજન કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ માટે સરકારે 62009 કરોડની જાહેરાત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *