ગોપાલ ઇટાલીયા – ઇસુદાન સહિતના 64 કાર્યકર્તા 10 દિવસથી જેલમાં, આ દિગ્ગજ નેતાએ…

હેડ ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને કમલમ ભાજપ કાર્યાલય જઈને વિરોધ કરીને અસિત વોરા ના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી અને નિખિલ સવાણી સહિત 500 લોકોનાં ટોળા સામે ભાજપ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્યાં લોકો માટે 20 મહિલા કાર્યકર્તાઓ પણ હતી પહેલી વખત કોર્ટે મહિલા કાર્યકર્તાઓ ના પણ જામીન ફગાવી દીધા હતા. તેથી તેમને એકલા સાબરમતી જેલમાં રહેવું પડ્યું હતું.

ત્યારબાદ બીજી વખત જ્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને રજૂઆત કરવામાં આવ્યા. ત્યારે 28 મહિલા અને એક પુરુષને કાર્યકર્તા જમીન જામીન આપવામાં આવી હતી.

છેલ્લા દસ દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ઈશુદાન ગઢવી પ્રવિણ રામ અને નિખિલ સવાણી સહિતના 64 કાર્યકર્તાઓ જેલમાં બંધ છે.

મહત્વની વાત છે કે, આ તમામ લોકોને જ માંથી મળતું ભોજન જ લઈ રહ્યા છે. જેલમાં બંધ કાર્યકર્તાઓને તેમના પરિવારના સભ્યો ની મુલાકાત માટે આવી રહ્યા છે, પણ એક પણ નેતાઓને આ સભ્યો ની મુલાકાત કરી નથી.

આમ આદમી પાર્ટીના એક નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ઈશુદાન ગઢવી અને પ્રવિણ રામ તેમજ નિખિલ સવાણી સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાબરમતી જેલમાં બંધ છે.

તેમને મળવા માટે અમારી વકીલોની ટીમ જઈ રહી છે, આ તમામ કાર્યકર્તાઓ જેની અંદર નું જ ભોજન જમી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *