Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચોમાસાના અંતિમ તબક્કામાં મગફળી અને કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો નવા ભાવ - GUJJUFAN

ચોમાસાના અંતિમ તબક્કામાં મગફળી અને કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો નવા ભાવ

માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ગાસડી ઓની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ચોમાસાની ઋતુ નો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે મગફળી અને કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. વિવિધ માર્કેટ યાર્ડમાં હજુ પણ ઉતરોતર વધારો થઈ રહ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસ ની મબલક આવક થઈ રહી છે.

ભાવનગર સૌરાષ્ટ્ર ભરમાં ચોમાસાની ઋતુ આખરી તબક્કામાં જામી રહી હોય તેના કારણે ગત સપ્તાહમાં માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની મગફળી અને કપાસ સહિતની આવકમાં તેની વિપરીત અસર થઈ હતી.

આ દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક નવી સિઝનની મગફળી ઉપરાંત કપાસની નોંધપાત્ર પ્રમાણમાં વધારો થતા સમગ્ર માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસની ગાંસળીઓ માં વધારો થઈ રહ્યો છે, તેના ભાવ પણ આત્માને પહોંચી ગયા છે.

મગફળીના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. મગફળીના ભાવમાં રૂપિયા 300 ના વધારા સાથે 5850 નો ભાવ બોલાઈ રહ્યો છે. તો કપાસના ભાવમાં 355 ના વધારા સાથે ભાવ 6380 અને પાર પહોંચી ગયો છે.

મગફળીના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કપાસના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મગફળી અને કપાસના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *