વિધાનસભાની ચૂંટણી : કોંગ્રેસે કરી સ્ટાર પ્રચારક ની યાદી જાહેર, આ યુવા નેતા…
ગુજરાત કોંગ્રેસ અને વિધાયક દળે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદ રાહુલ ગાંધીને ગુજરાતમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર જાહેર કર્યા છે. પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહી છે, ત્યારે પ્રશાંત કિશોરની ભૂમિકા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ આયોજન કરવામાં આવી હતી.
જેમાં કોંગ્રેસના સાંસદો અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી વર્ષે 2022માં થનારી વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા ની અધ્યક્ષતા માં કોંગ્રેસના ધારાસભ્યોની ગાંધીનગરમાં મંગળવારે બેઠક થઇ હતી.
જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી વિધાનસભામાં કોંગ્રેસની પાર્ટીના પ્રમુખ ડેપ્યુટી પ્રમુખ સહીત પાર્ટીના તમામ ધારાસભ્યોએ ભાગ લીધો હતો. તેમજ આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સર્વ સંમતિથી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા હતા.
રાહુલ ગાંધીએ 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. રાહુલ ગાંધી ગુજરાતના યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે.
આ રીતે તેઓએ વિધાનસભાની ચૂંટણી 2022 ની રણનીતિ તૈયાર કરી દીધી છે, અને તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!