ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રી કર્ફ્યુ ને લઈને લીધો મોટો નિર્ણય, જાણો.

રાજ્યમાં મહામારી ની પરિસ્થિતિ ના કેસો ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યા છે, ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં લાગૂ રાત્રી કર્ફ્યુ આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવ્યું છે.ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે,

ત્યારે રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટ કર્યું એ લંબાવી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢમાં હજુ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, નાઈટ કફર્યુંના સમયને લઈને સરકાર દ્વારા કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજ્યના મોટા શહેરોમાં રાત્રિના 11 થી સવારના 6 વાગ્યા સુધી નો કર્ફ્યુ યથાવત્ રહેશે.

રાજ્યોના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એટલે કે સોમવારના રોજ શપથ લીધા બાદ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી, ત્યારે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.

નવા મંત્રી મંડળ ઝોન મુજબ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપવામાં આવશે.

2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળ ટૂંક સમયમાં ગઠન કરવામાં આવશે, ત્યારે નવા મંત્રીઓને પોતાની ટીમમાં સમાવેશ કરી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *