સમાચાર

ગુજરાત પર શાહીન વાવાઝોડાનું સંકટ વધ્યું, જાણો આ વિસ્તારમાં થશે તેની અસર

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શાહીન વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદના સ્થિતિ સર્જાશે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયકલોન ડીપ ડિપ્રેશનના કારણે હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિસ્તારમાં આગામી 24 કલાક પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ દિવસમાં 60 થી 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર ધોધમાર વરસાદ થશે.

આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમ પણ તેના થઈ ગઈ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી ના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.

આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દમણ દાદરા નગર હવેલી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત સુરત નવસારી નર્મદા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમરેલી અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભાવનગર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદ થશે.

અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટો છવાયો વરસાદ રહેશે. સાથે હવામાન વિભાગ અનુસાર પોરબંદર મોરબી અને સુરેન્દ્રનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *