Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગુજરાતી અને મોંઘવારીનો વધુ એક માર, ફ્યુઅલ સરચાર્જમાં થયો આટલો વધારો, જાણો. - GUJJUFAN

ગુજરાતી અને મોંઘવારીનો વધુ એક માર, ફ્યુઅલ સરચાર્જમાં થયો આટલો વધારો, જાણો.

રાજ્યમાં વીજ ગ્રાહકોના વીજ બીલ માં વધારો થશે. ગુજરાતમાં વીજ ગ્રાહકો પર મહિને અઠ્યાસી કરોડનો બોજો છે, યુનિટ ફ્યુઅલ સરચાર્જમાં દસ પૈસાનો વધારો થયો છે. ગુજરાતમાં વીજ ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.

હવે રાજ્યમાં બેફાર્મ વીજળીનો વપરાશ વધતાં લોકોએ સાવધાન થઈ જવું જરૂરી છે. કારણ કે, હવે મોંઘવારીનો માર માં વધારો થયો છે કેમકે, હવે તમારા ખિસ્સા પર વીજ કંપનીઓ નજર કરીને બેઠા છે તો જરૂર કરતાં વધુ વીજળીનો ઉપયોગ કરશો તો હવે મોંઘુ પડી શકે છે.

બિનજરૂરી લાઈટ, પંખા, એ.સી નો ઉપયોગ કરશો તો આટલા રૂપિયા ચૂકવવા પડશે.

એક તરફ ઈંધણ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને જઈ રહ્યા છે. સાથે સાથે હવે વીજ ગ્રાહકોના વીજળી બિલમાં પણ વધારો થઇ શકે છે. યુનિટ ફ્યુઅલ સરચાર્જમાં દસ પૈસાનો વધારો થશે તેવું ચર્ચામાં આવી રહ્યું છે.

યુનિટ 1.80 ની જગ્યાએ હવે 1.90 થઈ જશે. જેથી ગ્રાહકના ખિસ્સા પર વધુ બોજો પડશે તેવું વર્તાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સાથે સાથે ખાદ્યતેલ રાંધણગેસના સિલિન્ડર સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

તો હવે બીજી તરફ વીજ બિલમાં પણ યુનિટ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરતાં પ્રજા મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *