ભારતમાં આગામી ચૂંટણીને લઈને 2022 નું વર્ષ ઘણું મહત્ત્વનું ગણવામાં આવે છે. વર્ષ 2022 માં ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા અન્ય રાજ્યોમાં ચૂંટણીયભાઈ યોજાવાની છે. વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણીને લઈને 2022 ની ચૂંટણી ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે.
વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીઓ માર્ચમાં યોજાઈ શકે છે. જોવા જઈએ તો આ વખતે તો મુખ્યમંત્રીના ચહેરા વગર જ ભાજપે ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ પંજાબ ની ચૂંટણી સહિત ગુજરાતમાં પણ આગામી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.
કારણ કે વર્તમાન સરકાર નો કાર્યકાળ આગામી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે, જેને લઈને ગુજરાતમાં ચુંટણીના છ મહિના વહેલી યોજાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે અનેક વિપક્ષોએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથે ભાજપે સ્થાનિક સર્વે અને બુથ સર્વેની તૈયારીઓ હાથ ધરી દીધી છે.
જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એ, બી, સી, ડી કેટેગરીમાં પ્રમાણે સર્વે શરૂ કર્યા છે, અને સાથે ઓબીસી, એસસી-એસટી સમુદાયની બેઠકો કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ વખતે ગુજરાતમાં ભાજપની કમાન સી. આર .પાટીલ ના હાથમાં સોંપવામાં આવી છે. સી .આર .પાટીલ નું પ્રમુખ મોડેલ ગુજરાતમાં સફળ નથી થયું જેને લીધે કાર્યકર્તાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે,
જેના પરિણામે તેમના કામકાજમાં બેદરકારી જોવા મળી હતી ત્યારે હવે ભાજપ પાર્ટી ને લાગી રહ્યું છે કે અંદરોઅંદરના વિખવાદને કારણે ચૂંટણી પ્રચાર પર અસર પડી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!