હાર્દિક પટેલ / આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ, ગુજરાતમાં મત વિભાજન કરવા…
રાજ્યમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ છે. ભાજપે જન આશીર્વાદ યાત્રા,આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા, અને કોંગ્રેસ ન્યાય યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ ગણાવી હતી.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં મત વિભાજન કરવા આવી છે. ભાજપથી નારાજ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી પર સાઠગાંઠ ના આરોપ લગાવ્યા છે.
હાર્દિક પટેલ આરોપ લગાવ્યા છે કે છેલ્લી ત્રણ ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી નવી પાર્ટીઓને મેદાનમાં ઉતારવા લાગી છે ભાજપના નજીકના લોકો અલગ-અલગ સંગઠન બનીને ચૂંટણીના મેદાનમાં ઊતરી રહ્યા છે.
જેનાથી ભાજપથી વિમુખ થયેલા બોર્ડ નું વિભાજન થઈ શકે.ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક મેળવી છે.
મહત્વની વાત એ છે કે, કોંગ્રેસને સુરત માંથી એક પણ બેઠક મળી નથી સુરત મહાનગરપાલિકા માંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. જે જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવતા હતા.
ત્યાં મોટા ભાગની બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો, તો બીજી તરફ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં જ સંવેદના યાત્રા થકી લોકોની મુલાકાત કરી રહી છે. તો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!