હાર્દિક પટેલ અને પરેશ ધાનાણીએ, નવા CM ને લઈને આપ્યું ચોકાવનારું નિવેદન, કહ્યું કે..

વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017માં ચૂંટણી લડ્યા હતા. અને પછી તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. તો અચાનક જ મુખ્યમંત્રીનું ચહેરો બદલાયો હોવાના કારણે વિપક્ષ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભાજપે ગુજરાતમાં અંતિમ મુખ્યમંત્રી તમારા સ્વરૂપમાં બનાવ્યા છે.

હાર્દિક પટેલે પોસ્ટ કરીને લખ્યું છે કે, હું ગુજરાતમાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારી શુભેચ્છા પાઠવું છું. ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ચૂંટણીના થોડા મહિના પહેલાં જ તમને આ જવાબદારી સોંપી છે.

પરંતુ જે કામ તમારી પાર્ટી છેલ્લા 25 વર્ષમાં મહિલાઓની સુરક્ષા માટે યુવાનોને રોજગારી માટે, ખેડૂતોના દેવા માફી, ટેકાના ભાવ માટે, મધ્યમવર્ગીય પરિવારોની સુખાકારી માટે, વિદ્યાર્થીઓના સરસ્વતી ના સસ્તા શિક્ષણ માટે તથા શારીરિક સ્વાસ્થ્ય સુવિધા, માટે ગુજરાતના સૌથી નબળા વર્ગ માટે કોઈપણ સુવિધા નથી કરી શકી તે કામ તમે એક વર્ષમાં કેવી રીતે કરશો ?

ગુજરાત લોકો તેમને કડક શબ્દોમાં પૂછી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ચહેરો નહીં,નીતિ બદલો.

સાથે જ પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર નહિ સરદારનું ગુજરાત પાટીદાર સમાજના નવયુગ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને અભિનંદન, પરંતુ પાટીદાર ને માત્ર મેળવવાનુ મશીન સમજવાની ભાજપે ભૂલ કરવી નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *