પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમને પોતાના પરિવારના ત્રણ ત્રણ સભ્યો છેલ્લે ચાર જ મહિનામાં ગુમાવ્યા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે મહામારી ના સમયને યાદ કરતા આ પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં દરેક પરિવાર દુઃખને પરેશાનીમાંથી પસાર થયો છે.
મહામારીમાં આવેલા દૂરથી ઘણા પરિવારોની આંખોમાં આંસુ હજુ પણ સુકાયા નથી. મેં પણ છેલ્લા ચાર મહિનામાં મારા પરિવારના ત્રણ વડીલે ગુમાવ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં મારા મોટા મમ્મી અને મારા પિતાનું નિધન થયું અને આ મહિને મારા દાદાનું પણ નિધન થયું.
મહામારીમાં ઘણા એવા પરિવાર છે જેમાં પરિવારને ઉડતું જોયું છે. પરિવારમાંથી સભ્યો નું મૃત્યુ થાય ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે. અને બધા પરિવાર ની માફક મેં પણ આ દુખ છેલ્લા પાંચ મહિનામાં જોયા છે.
મારી સંવેદનાઓ આપ સૌની સાથે છે આપણે સૌ વૈકુંઠધામ પામેલા સ્વજનોની પવિત્ર આત્માને શાંતિ માટે પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ. નોંધનીય છે કે હાર્દિક પટેલ દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પાટીદાર આંદોલન અંગેના કેસ પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે. અગાઉ સરકારે વચન આપ્યું હતું. તેવું પણ હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ આપને અભિનંદન પાઠવું છું. ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટે વેદના સાંભળીને સારા કામ કરશો.
ગુજરાતની પ્રજાને ન્યાય આપવા કામ કરશો એવી આશા છે. અગાઉની સરકાર જો તમારું વર્તન નહીં હોય, તેવી આશા રાખું છું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!