હાર્દિક પટેલે યોગી આદિત્યનાથને લઈને આપ્યું મોટું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું કે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને તમામ રાજકીય પક્ષોએ દિવસ-રાત દોડધામ કરવાનું શરૂ કરી દીધું છે. કોઇ ઉમેદવારને સમર્થન કરે છે તો કોઇ સિસ્ટમ સામે નારાજગી વ્યક્ત કરે છે. ગુજરાતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને ટોણો માર્યો હતો.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, સમગ્ર ઉત્તરપ્રદેશમાં પક્ષના જે યુવા નેતાઓ છે જે જુદા જુદા જિલ્લાઓમાં જઈને નવયુવાન સાથે વાતચીત કરે છે.

આ વિષયને લઈને હું અને એનએસયુઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન નો પ્રયાગરાજમાં નવયુવાનો સાથેનો વાર્તાલાપ નો કાર્યક્રમ હતું.

તમે વિચારો કે ચૂંટણી આયોગે કહ્યું છે કે અમે તમને મંજૂરી આપીએ છીએ. પણ પોલીસનું કહેવું છે કે અમારી પાસે પૂરતી ફોર્સ કે ટીમ નથી અમારી લડાઈ એટલા માટે જ છે.

જેથી પોલીસ ફોર્સની અંદર દેશના નવયુવાનો જઈ શકે અમારા આ વાર્તાલાપ કાર્યક્રમને રોકવામાં આવ્યો છે. હું આખી સિસ્ટમ ને સમજુ છું, આખા ગુજરાત મોડેલ અંતર્ગત અહીં સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે.

કોઈપણ કાર્યક્રમ હોય ત્રણ દિવસ પહેલા તેઓ મનાય નહીં કરે. તેઓ કાર્યક્રમના 12 કલાક પહેલા મને કરી દેશે.

મને આ વાતનું દુઃખ થાય છે કે બે દિવસથી પ્રયાગરાજમાં જે રીતે યુવાનો પોતાનો અવાજ મજબૂત કરવા પ્રયાસ કરતા હતા. રોજગારી માટે માંગ કરી રહ્યા હતા તેના પર પોલીસે લાઠીચાર્જ કર્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *