હાર્દિક પટેલે જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થવા મુદ્દે આપ્યું મોટું નિવેદન.

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર જેવા યુવા નેતાઓ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું કે, જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર જેવા યુવા નેતાઓ કોંગ્રેસને યુવાનો સાથે જોડવાનું કામ કરશે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમે ખેડૂતો બેરોજગાર સહિતના ઘણાં મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યા છીએ.

આ બંને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા બાદ પાર્ટી વધારે મજબૂત બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે, મેવાણી અને કુમાર આંદોલનના મારા સાથે રહ્યા છે.

અને અમે બેરોજગારી સહિતના ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. અમે સતત અવાજ ઉઠાવી રહ્યા છે, અને આ બંને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા બાદ પાર્ટી વધારે મજબૂત બનશે કુમાર અને મેવાણી કોંગ્રેસમાં જોડાયા છે.

પાર્ટી ઓફિસમાં સ્વાગતમાં પોસ્ટર ઉલ્લેખનીય છે કે, થોડા સમયમાં જીગ્નેશ મેવાણી અને કનૈયાકુમાર કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે.

કોંગ્રેસ મુખ્યાલયમાં તેમના સ્વાગત માં મોટા મોટા પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસ પણ આ બંને યુવા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા થનગની રહી છે.

આ પ્રસંગે રાહુલ ગાંધી ખાસ હાજર રહે તેવી સંભાવના છે. કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પ્રતિક્રિયા પણ આપી હતી. હાર્દિક પટેલે કહ્યું હતું કે, બંને યુવા નેતાઓએ કોંગ્રેસને યુવાનો સાથે જોડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *