હાર્દિક પટેલે આપ્યું મોટું ચોકાવનારું નિવેદન, કહ્યું કે એક મહિના બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી…
યાત્રા શરૂ કરીને કોંગ્રેસ દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. અલગ અલગ ગામડાઓ અને શહેરોમાં કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા છે. અને મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી રહ્યા છે. અને મૃતક પરિવારના સભ્યોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
આ યાત્રાને લઇને કોંગ્રેસના કાર્યકારી રાજકોટની મુલાકાતે ગયા હતા. રાજકોટમાં હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નવી સરકારમાં આ તો ભણતર છે, નાતો ગણતર. એટલા માટે ઉત્તરાખંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં !
હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મહામારીની બીજી લહેર દરમિયાન સરકાર દ્વારા હોસ્પિટલમાં ઇન્જેક્શનો ન આપી શકવાને કારણે લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે.
સરકારની અણઆવડતના કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેથી કરીને ગુજરાતના મુખ્યમંત્રી બદલવાની જરૂર પડી છે.
દિલ્હીમાં બેઠા-બેઠા ગુજરાત ચલાવનારી સરકાર હવે નહીં ચાલે. સાથે હાર્દિક પટેલે કહ્યું હતું કે, મહામારીમાં સીએમ તરીકે રૂપાણી અને તેમનું આખું મંત્રીમંડળ ફેલ થતાં આ બધું બદલવામાં આવ્યું છે.
જ્યારે અમારે તો પ્રમુખ અને વિપક્ષના નેતાએ રાજીનામું આપ્યા છે, પણ હાઇકમાન્ડે બંનેના રાજીનામા હજુ સુધી સ્વીકાર્યા નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!