સમાચાર

હાર્દિક પટેલે નારાજ અને મંત્રીપદ ગુમાવી ચૂકેલા નીતિન પટેલને કરી આ ઓફર, કહ્યું કે..

ભાજપની નો રિપીટ થિયરી થી ભાજપના જ કેટલાક મંત્રીઓ નારાજ થયા છે. જો કે નારાજ થયેલા રાજકીય નેતાઓની યાદી લાંબી છે. પણ આ વખતે એવું જોવા મળ્યું છે કે, કાર્યકર્તા મંત્રી થઈ ગયા અને મંત્રીઓ પોતાનું પક્ષમાં હોવાપણું ટકાવવા કાર્યકર્તા છે. એવું ધીમા અવાજે બોલી રહ્યા છે.

આ માહોલમાં કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે મોટી વાત કહી દીધી છે.

જામનગર જિલ્લાના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં કામ કરી રહી છે. એના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, એની જોડે હવે કોઈ નેતા રહ્યા નથી.

જે રીતે નો રિપીટ થિયરી ના નામે મંત્રીઓના પત્તા કપાયા છે. પણ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ભાજપ ભલે નો રિપીટ થિયરી અપનાવી રહી હોય પણ ગુજરાતની જનતા ભાજપ માટે નો રિપીટ થિયરી એવું હશે તે નક્કી કરી લીધું છે.

આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજાએ ભાજપને ઘરે ધીમે ધીમે મોકલવાનું નક્કી કરી ચૂકી છે. એટલા માટે સારા અને મજબૂત લોકો હતા મંત્રી પદે એમના પત્તા કાપી ને એક નવું મંત્રીમંડળ તૈયાર કરીને લોકોને ગુમરાહ કરવામાં આવ્યા છે.

માનનીય નીતિનભાઈ હોય કે, એમના કોઈ જૂના મંત્રીઓ હોય જે ભાજપનો સાથ છોડીને વિપક્ષનો સાથે અપનાવવા માંગતા હોય તો કોંગ્રેસના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે.

આ સાથે હાર્દિક પટેલે ટ્વિટર પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે, ગુજરાતમાં શપથ ગ્રહણ કરનાર તમામ મંત્રીગણ ને મારી હાર્દિક શુભેચ્છા. હું આશા રાખું છું કે, બાકી રહેલા સમયમાં હવે તમે યુવાનો, ગરીબ, ખેડૂતો અને મહિલાના હિતના કાર્ય કરશો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *