પીડિત પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હાર્દિક પટેલ, તેમણે કહી આ વાત..
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ ઓલપાડના એરથાણ ગામના પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. સાથે જ તેમને સાંત્વના પણ આપી હતી. ખેડૂતોને સંબોધતા હાર્દિક પટેલ બરાબર ગાજયા હતા. 2022 ની વિધાનસભાની ચૂંટણી સરકાર અને જનતા વચ્ચે થવાની છે તેવું જણાવ્યું હતું.
વાત કરીએ ઓલપાડના એરથાણ ગામે વ્યારા ફળિયામાં બે સરકારી આવાસ તૂટી પડતા એક બાળકીનું મોત થયું હતું. જ્યારે આદિવાસી પરિવારના સાત લોકો દબાયા હતા.
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પરિવારને સાંત્વના આપવા કોંગ્રેસના કાર્યકરો સાથે ત્યાં પહોંચ્યા હતા. જીવન જરુરિયાતની વસ્તુઓ આપી તેમને મદદ કરી હતી, અને જણાવ્યું હતું કે ,જો કોંગ્રેસ આવશે તો તેમને ટકાઉ અને પાકા મકાનો લાભાર્થીઓને આપશે.
એરથાણ ગામના ખેડૂતોની માંગણી સ્વીકારી હાર્દિક પટેલ ગામે ખેડૂતોને સંબોધિત કર્યા હતા.
જેમાં આવાસ દૂર ઘટનાને વખોડી હતી, અને પરિવારને પાકા મકાન અને આર્થિક લાભ આપવા જોઈએ. તેવો પણ જણાવ્યું હતું કે, આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું હશે, તો હાર્દિક પટેલે કહ્યું હતું કે, 2022 ની ચૂંટણી ભાજપ અને જનતા વચ્ચે રહેવાની છે.
જનતા ભાજપથી હેરાન થઈ ગઈ છે. આ વખતે જનતા મોંઘવારી, બેરોજગારી ખેડૂતના થતા અત્યાચાર ગામડા અને ખેતી બચાવવા જનતા કોંગ્રેસને મત આપશે તેવું જણાવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!