હાર્દિક પટેલ આ બેઠક પરથી લડશે ચૂંટણી..! અમિત શાહ સાથે કરી બંધ બારણે બેઠક

વિરમગામ વિધાનસભા બેઠકમાં 35 થી વધુ લોકોએ દાવેદારી વ્યક્ત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં આજે બીજો દિવસે અમદાવાદની આઠ વિધાનસભા બેઠક પર સેન્સ હાથ ધરાશે. ત્યારે અમદાવાદની વિરમગામ વિધાનસભા બેઠક માટે દાવેદારો કતાર લાગી છે. વિરમગામ વિધાનસભા બેઠકમાં 35 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી

એટલું જ નહીં વિરમગામ બેઠક માટે હાર્દિક પટેલના સમર્થકોએ હાર્દિક પટેલનું નામ પણ મૂક્યું છે. અમદાવાદ વિરમગામ બેઠકમાં ચૂંટણી માટે હાર્દિક પટેલનું નામ આવ્યું છે. તો વરૂણ પટેલ અને ચિરાગ પટેલ પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદિપસિંહ અને 2017 કોંગ્રેસ સામે હારેલા તેજસ્વીબેન પટેલે પણ દાવેદારી કરી છે વધુમાં પૂર્વ જિલ્લા પ્રદેશ આરસી પટેલ, ત્યારબાદ યોગેશ પટેલ અને પૂર્વ ધારા સભ્ય પ્રગજી પટેલ સહિત 35 થી વધુ લોકોએ વિરમગામ વિધાનસભા માટે દાવેદારી વ્યક્ત કરી છે.

હવે જોવું રહ્યું કે, વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલને ટિકિટ મળે છે કે નહીં. હાર્દિક પટેલના સમર્થકોએ હાર્દિક પટેલનું નામ આપવામાં આવ્યું છે, ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બે દિવસ હાથ ધરવામાં આવી છે.

ત્યારબાદ આ નામો દિલ્હી જશે અને દિલ્હીથી નક્કી થશે કે, કઈ બેઠક પર કયા ઉમેદવારને ટિકિટ આપવી. ઉલ્લેખનીય છે કે l, તાજેતરમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેઓ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ તે જ બની છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં હંમેશા સાથે હાર્દિક પટેલે બેઠક કરી હતી. હવે આગામી સમયમાં જવું રહ્યું કે, હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે કે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *