Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપના નવા મંત્રી મંડળ પર હાર્દિક પટેલ નો મોટો આક્ષેપ, કહ્યું કે જનતા.. - GUJJUFAN

ભાજપના નવા મંત્રી મંડળ પર હાર્દિક પટેલ નો મોટો આક્ષેપ, કહ્યું કે જનતા..

નવા મંત્રી મંડળ મુદ્દે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. આજે ભાજપના ધારાસભ્યો મંત્રી પદ માટે શપથ લેવાના છે. ત્યારે ભાજપ દ્વારા નો રિપીટ થિયરી નક્કી કરવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલે નવા મંત્રીમંડળમાં ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે. જનતાએ હવે ભાજપ માટે નો રિપીટ થિયરી નક્કી કરી છે.

સરકારના કામકાજની નિંદા થઈ તો ભાજપને ગુજરાતના મુખ્યમંત્રી બદલી નાખ્યા, તમને લાગે છે કે, આવું કરવાથી જનતાનો ગુસ્સો શાંત થઈ જશે. જનતાને હવે તમે ગેરમાર્ગે દોરી નહીં શકો.

ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ભલે બન્યા હોય પણ આદેશ દિલ્હીથી જ આવ્યો છે. એ પબ્લિક હૈ સબ જાનતી હૈ.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક વાતચીત દરમ્યાન આ વાત જણાવી હતી, અને આગામી વિધાનસભા ચૂંટણી અને કોંગ્રેસની રણનીતિ ને લઈને પણ હાર્દિક પટેલને સવાલ કરવામાં આવ્યા હતા.

તેમને જવાબ ખૂબ બિન્દાસ પૂર્વક આપ્યો. આગામી 2022માં ગુજરાત વિધાન ની ચૂંટણી નો યોજના છે.

ત્યારે જનતાએ ભાજપ માટે નો રિપીટ થિયરી અપનાવી છે. તેવું હાર્દિક પટેલ જણાવે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિના ભાગરૂપે ભાજપ દ્વારા મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળમાં ફેરફાર કરી દેતા રાજકારણમાં હલચલ થયું છે.

તો બીજી તરફ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ થી લઈને આમ આદમી પાર્ટીમાં પણ હરકત આવી ગયો છે. અને વિધાનસભાની ચૂંટણીઓને લઇને અત્યાર થી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *