Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હાર્દિક પટેલે આપ્યા મોટા સંકેત / જીગ્નેશ મેવાણી સાથે આ દિગ્ગજ નેતા જોડાશે કોંગ્રેસમાં, વિપક્ષી પાર્ટીઓમાં ખળભળાટ - GUJJUFAN

હાર્દિક પટેલે આપ્યા મોટા સંકેત / જીગ્નેશ મેવાણી સાથે આ દિગ્ગજ નેતા જોડાશે કોંગ્રેસમાં, વિપક્ષી પાર્ટીઓમાં ખળભળાટ

સિપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આગામી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસ માં જોડાશે. તેમ સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે કોંગ્રેસ ના સુત્રો અનુસાર પાર્ટીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કન્હૈયા કુમાર ને સાથે આવવાની ઓફર કરી હતી. પરંતુ તે પછી તે શક્ય બન્યું ન હતું.

તાજેતરમાં જ કયા કુમાર એ આ અંગે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પાર્ટી પાસે કનૈયાકુમાર માટે એક યોજના છે.

જેનો અમલ કરવામાં આવશે બિહારમાં કોંગ્રેસ ટૂંક સમયમાં તેના નવા પ્રદેશો જયશ્રી જાહેરાત કરી શકે છે જેમાં કન્હૈયા કુમાર ને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

તો બીજી બાજુ ગુજરાતના બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

2017 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વડગામ થી જીગ્નેશ મેવાણી સામે કોંગ્રેસ કોઇ ઉમેદવાર ઊભા રાખવા નહોતા ગુજરાતમાંથી જીગ્નેશ મેવાણી એક યુવા દલિત નેતા તરીકે ઉભરી આવ્યા છે.

ગુજરાતમાં બનેલી કેટલીક ઘટનાઓમાં જીગ્નેશ મેવાણી એ તાત્કાલિક રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવ્યું હતું. ગુજરાતમાં આગામી વર્ષના ડિસેમ્બરમાં ગુજરાતી ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ યુવા ઉપર વધુ ભાર મુકવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. કે જીગ્નેશ મેવાણી ને યુવા દલિત નેતા તરીકે કોંગ્રેસ ગુજરાત સહિતના અન્ય રાજ્યમાં ઉપસાવા માંગે છે.

જેને લઇને જીગ્નેશ મેવાણી ને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જીગ્નેશ મેવાણી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ના સીધા સંપર્કમાં રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *