સમાચાર

હાર્દિક પટેલનું મોટું નિવેદન / આમ આદમી પાર્ટી આ લોકોના કહેવા પર ગુજરાતમાં ચૂંટણી લડવા આવી..

ગુજરાતના આવતા વર્ષે ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પણ સક્રિય જોવા મળી રહી છે, ત્યારે આવા સમયે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી ખાલી એવોર્ડ બેંકોને વેચવામાં આવી છે. જે ભાજપથી નારાજ છે હાર્દિક પટેલના નિવેદનથી રાજકારણમાં હલચલ જોવા મળી છે.

મીડિયા સમક્ષ હાર્દિક પટેલે એ વાત ક્લિયર કરી કે, ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર કોઈ વિખવાદ નથી. સાથે તેમને જણાવ્યું કે હું કોઈપણ પદની ઇચ્છા રાખતો નથી અને હું કોઈ પણ કાળે કોંગ્રેસ નહી છોડુ.

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં કોઈક તો છે, જે તેમની મદદ કરી રહ્યું છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, મદદ કદાચ દિલ્હીથી મળી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, તેના બેનરો પણ ગુજરાતમાં લાંબા સમય સુધી લાગ્યા રહે છે. પરંતુ જો કોઈ બીજી પાર્ટીને લગાવે તો બેન અને તરત ઉતારી લેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે હાર્દિક પટેલે ભાજપ સામે આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લી ત્રણ ચૂંટણીથી ભાજપ નવી પાર્ટીઓ બનાવીને ચૂંટણીમાં ઉતારે છે. અને ભાજપના લોકો સ્વતંત્ર સંગઠન બનાવીને ચૂંટણીમાં આવી જાય છે. જેને કારણે એટી બીજેપીના વોટ પણ વહેંચાઈ જાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *