ન્યાય યાત્રા અંતર્ગત આવી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પોતાના આગવા અંદાજમાં ભાજપને આડેહાથ દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, નિષ્ફળ ગયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનું આખું મંત્રીમંડળ અને ભાજપે બદલવું પડ્યું અમારા તો પ્રમુખ અને વિપક્ષ નેતા ઓ એ જ રાજીનામા આપ્યા છે.
તેને હાઈ કમાન્ડને હજુ પણ સ્વીકાર્યા નથી, આટલો ફરક છે ભાજપ અને કોંગ્રેસમાં.હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે ભાજપની નવી સરકારમાં અભણ છે ન તો ભણતર છે !
ઉત્તરાખંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં કદાચ એક મહિના પછી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ન પણ હોય.કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના પ્રભારી આપશે.આ પ્રભારી ગામડે ગામડે પહોંચી 2022 ના લક્ષણો સાથે મેદાનમાં ઊતરશે.
રૂપાણી સરકાર નિષ્ફળ જવાને કારણે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને બદલવાની જરૂર પડી છે. દિલ્હીથી બેઠા-બેઠા ગુજરાત ચલાવવાની સરકાર હવે આગળ નહીં ચાલે.
કોંગ્રેસ મુદ્દા આધારિત ચૂંટણી લડે છે. અને ખરા વિકાસમાં માને છે. જ્યારે ભાજપ જાતિ આધારિત ચૂંટણી લડે છે.હવે ચૂંટણી નજીક આવી છે.
એટલે ભાજપ હાઈ કમાન્ડે ચહેરો બદલીને પોતાની નિષ્ફળતા છુપાવવા ની કોશિશ કરી છે. પરંતુ લોકોથી હકીકત છુપાશે નહીં. આમ હાર્દિક પટેલે લોકોની વચ્ચે જઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!